Mysamachar.in:અમદાવાદ
જામનગર સહીત રાજ્યભરમાં કેટલીય શાળાઓ એવી ચાલે છે જે પૈસા લઈને માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને એડમીશનની વ્યવસ્થા કરી આપે છે અને બાદમાં એ વિદ્યાર્થી કોઈ સારા કોચિંગ કલાસીસમાં જઈ અભ્યાસ કરે છે. આ ગંભીર મામલો અને ડમી શાળાઓનું કનેક્શન તપાસ માંગી લેતો વિષય હોય ખુદ રાજ્યના શિક્ષણ બોર્ડના બે સભ્યોએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખી અને તપાસની માંગ કરી છે.જે પત્રમાં ડમી શાળાઓ બંધ કરી તપાસ કરવાની માંગ કરી છે.
ધોરણ 10 પાસ કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 11 વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ માટે ડમી શાળાઓમાં પ્રવેશ મેળવતા હોવાનો પત્રમાં દાવો કરાયો છે. ડમી શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકના નામ માત્ર કાગળ પર જ હોય છે, પરિણામ સ્વરૂપે ઉત્તરવહી ચકાસણીમાં પણ આવા શિક્ષકો ન આવતા હોવાની રજૂઆત કરાઈ છે. આવી ડમી શાળાઓને રાજ્યના શિક્ષણ જગતને મોટું નુકસાન થઈ રહ્યું છે.
આ મામલે શિક્ષણ બોર્ડના સભ્ય ધીરેન વ્યાસે કહ્યું કે, 4 દિવસ પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યું છે. JEE અને NEETની ઘેલછામાં બાળકો ફસાયા છે. JEE અને NEETની તૈયારી માટે બાળકો સ્કૂલે જતા ન હતા. JEE અને NEET ની તૈયારી માટે બાળકો ટ્યૂશન ક્લાસ જતા હતા. વિદ્યાર્થીઓ શાળામાં એડમિશન તો લે છે, પણ અભ્યાસ કરવા જતા નથી. આ તપાસમાં શિક્ષણ બોર્ડ ઇચ્છશે તો સાથે રહીને તપાસ કરાવીશું. ડમી શાળાઓ પકડાશે તો શિક્ષણ વ્યવસ્થા સુધરશે.
શિક્ષણ બોર્ડના સભ્યોએ ડમી શાળાઓની તપાસ કરવા પત્ર લખ્યો છે. પ્રિયવદન કોરાટ અને ધીરેન વ્યાસે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને પત્ર લખ્યો છે. જેમાં રાજ્યમાં ચાલતી ડમી શાળાઓને કારણે પરિણામ પર નકારાત્મક અસર થતી હોવાની રજુઆત કરી છે. આવી ડમી શાળાઓને કારણે શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે તેમજ પેદા થતી ખાઈ પુરવામાં વર્ષો લાગી શકે છે તેવો દાવો કર્યો. ધીરેન વ્યાસ, સભ્ય – શિક્ષણ બોર્ડના સભ્ય ધીરેન વ્યાસે કહ્યું કે, ચાર દિવસ પહેલા બોર્ડનું પરિણામ આવ્યું, અમે ચકાસણી કરી તો ખ્યાલ આવ્યો કે JEE અને NEET ની ઘેલછામાં બાળકો અને વાલીઓ ફસાયા છે. JEE અને NEET ની તૈયારી માટે સ્કૂલ ના જઈ ટ્યુશન – કલાસમાં આવી તૈયારી કરવા વિદ્યાર્થીઓ જતા હોય છે અને સમસ્યા સર્જાય રહી છે. વિદ્યાર્થી એડમિશન તો લે છે પણ અભ્યાસ કરવા જતો નથી. તપાસમાં શિક્ષણ બોર્ડ ઇચ્છશે તો સાથે રહીને તપાસ કરાવીશું. ડમી શાળાઓ પકડીને તેમની સામે કાર્યવાહી થશે તો શિક્ષણ વ્યવસ્થામાં મોટો સુધાર આવશે.