Mysamachar.in:અમદાવાદ
આ વર્ષે ગુજરાતમાં ઉનાળો ઓછો અને વરસાદી ઋતુ જેવો એટલો કે માવ્થાનો માહોલ વધુ રહ્યો છે, જેને કારણે રોગચાળાની સંભાવનાઓ પણ વધી જાય છે, હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેની વચ્ચે હવામાન વિભાગે વધુ એક આગાહી માવઠાની કરી છે. ગુજરાત અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક 26 એપ્રિલ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 26, 27 અને 28 તારીખ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પડવાની સંભાવના અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. રવિવારે કરાયેલી આગાહીમાં અમદાવાદમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જોકે, નવી આગાહીમાં અમદાવાદમાં વરસાદની સંભાવનાઓ નથી. તારીખ 26મીએ દાહોદ, તાપી, ડાંગ અને નર્મદામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન થંડરસ્ટ્રોમ એક્ટિવીટીની પણ શક્યતાઓ છે.
તારીખ 27મી એપ્રિલ પણ દાહોદ, તાપી, ડાંગ અને નર્મદા તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ અને કચ્છમાં હળવા વરસાદ કે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે 28મી તારીખે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ અને નર્મદામાં માવઠાની આગાહી છે. આ જ તારીખે સૌરાષ્ટ્ર-કચ્છના દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની સંભાવનાઓ છે.