Mysamachar.in:અમદાવાદ
રાજ્યમાં શિયાળામાં કડકડતી ઠંડીના અહેસાસ બાદ હવે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આવનારા બે દિવસમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે. સૌરાષ્ટ્ર – કચ્છ અને અમદાવાદમાં તાપમાનમાં વધારો થશે. તો રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આજે જામનગરના તાપમાનની વાત કરવામાં આવે તો લઘુતમ તાપમાન 15.5 મહતમ તાપમાન 33 ભેજનું પ્રમાણ 63% તો પવનની ગતી 5.5 છે.આમ કડકડતી ઠંડી બાદ ગુજરાતીઓએ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડે તેવા સંકેતો મળી રહ્યા છે.