Mysamachar.in:અમદાવાદ
છેલ્લા બે-એક દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટતા ગુજરાતમાં થોડી રાહત થઇ છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઠંડીનું થોડ-ઘણું પ્રમાણ ફેબ્રુઆરી અંત સુધી રહી શકે છે, અને ફેબ્રુઆરીના અંતિમ ભાગમાં ઠંડીનું પ્રમાણ ઘટવાનું શરુ થશે જયારે ગરમીનો પારો ચડવા લાગશે…હવામાન વિભાગની આગાહીની આગામી 2 થી 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજવાળું વાતાવરણ રહેશે. રાજ્યમાં ગઈકાલે રવિવારથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે,
દિવસ દરમિયાન તાપમાન વધતાં સમગ્ર રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બેથી ત્રણ દિવસ રાજ્યનું વાતાવરણ આવું જ રહેશે. આગામી ત્રણ દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં ભેજ વધી શકે છે.જેના કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે.તો હાલ પુરતી ગુજરાતીઓને ઠંડીમાંથી રાહત મળી છે.