Mysamachar.in:અમદાવાદ
અમદાવાદના ચાંદખેડામાં એક તરફી પ્રેમીએ યુવતીના ઘરે જઈ ચપ્પાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરવાના આ મામલાએ ચકચાર મચી જવા પામી છે. કોલેજમાં અભ્યાસ કરતી વખતે પ્રેમીએ પ્રપોઝ કરતાં યુવતીએ ઇનકાર કરી દીધો હતો. જેનો ખાર રાખી યુવકે આ હુમલો કર્યાનું સામે આવી રહ્યું છે, એકતરફી પ્રેમમાં પાગલ બનેલ પ્રેમીની એક ચોકાવનારી કરતુત સામે આવી છે, ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતી ઘરે હતી ત્યારે કોલેજનો એક મિત્ર સર્વેશ તેને મળવા માટે આવ્યો..ત્યારે તેનો પતિ પણ હાજર હતો.
કોલેજના મિત્ર બનીને સર્વેશ યુવતી સાથે વાતચીત કરતો હતો. આ દરમિયાન ચાહ બનાવવા પતિ દૂધ લેવા નીકળ્યો હતો અને આરોપી સર્વેશએ યુવતીના એકલતાનો લાભ લઇને કોલેજ સમયનો પ્રેમ અસ્વીકાર કરવા બદલ છરી વડે હુમલો કરીને બદલો લીધો. તેવામાં પતિ ઘરે પરત આવતા પરણિતા લોહીલુહાણ હાલતમાં હતી અને આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો.પોલીસે આ ઘટનાને લઈને તપાસ કરતા જણાવવા મળ્યું કે પરિણીત યુવતીને બેડરૂમમાં લઈ જઈને સર્વેશ એ પગના ભાગે છરીથી હુમલો કર્યો ત્યારબાદ સર્વેશ યુવતીને એકલી જાણીને પહેલા વાળ પકડીને ગળાના ભાગે છરી મારી.
જોકે યુવતી એ રોકવાનો પ્રયાસ કરતા પીઠના ભાગે બે છરીના ધા ઝીકી લોહીલુહાણ કરી હતી. પરણિત યુવતીએ ચીસાચીસ કરતા આરોપી સર્વેશ ફરાર થઈ ગયો હતો..આ યુવતી આરોપી સર્વેશ સાથે 2019 માં અભ્યાસ કરતી હતી. તેઓની કોલેજમાં સારી મિત્રતા હતી પરંતુ આરોપી સર્વેશને એક તરફી પ્રેમ થઈ ગયો અને યુવતીએ પ્રેમનો અસ્વીકાર કરીને અન્ય યુવક સાથે લગ્ન કરી દેતા આરોપીએ બદલો લેવા માટે નક્કી કર્યું હતું. ઘટનાના દિવસે બદલો લેવાના ઇરાદે આરોપી પરણિતાના ઘરે પહોંચ્યો અને તેની હત્યાનો પ્રયાસ અંગેની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.