Mysamachar.in:અમદાવાદ
જાહેર જગ્યા કે લગ્ન પ્રંસગોમાં ડી.જે. કે લાઉડ સ્પીકર વગાડવા પર નિયત્રંણ મુકવા હાઈકોર્ટમાં અરજી કરાઇ છે. જેની સુનાવણી 30 જાન્યુઆરી પર મુકરર કરવામા આવી છે. હાઈકોર્ટમાં કરવામાં આવેલ અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, જાહેરમાં લાઉડ સ્પીકર અને ડી.જેના અવાજને લીધે અવાજનું પ્રદૂષણ થાય છે. સરકાર તરફે એવી દલીલ કરાઇ હતીકે, લગ્ન પ્રસંગે સંપૂર્ણ રીતે ડી.જે. વગાડવા પર પ્રતિબંધ મુકવાનો કોઇ નિયમ નથી. તેના માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. અવાજના પ્રદૂષણ મામલે જીપીસીબીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
જાહેર ધાર્મિક સ્થળો અને લગ્ન પ્રસંગોમાં ડી.જે. અને લાઉડ સ્પીકર વગાડવાને લીધે અવાજનું પ્રદૂષણ વધે છે. જીપીસીબીના કેટલા ડીસેબલ પર ડી.જે. વગાડી શકાય તે અંગે કોઇ સ્પષ્ટ નિયમ હોય તો તે અંગે સોગંદનામું કરવા આદેશ કર્યો હતો. મોટા અવાજે વગાડાતા ડી.જે. મ્યુઝિકને લીધે જ્યાં સ્પીકર હોય તેની આસપાસમાં ઉભા રહેલા લોકોના હૃદયને તેની માઠી અસર પડે છે. એટલુ જ નહીં બહેરાશ પણ આવી શકે છે. આ અંગે જીપીસીબી 30મી જાન્યુઆરીએ જવાબ રજૂ કરવામાં આવશે.