Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદમાં 5 દાયકા જુના હત્યા કેસનો ભેદ ઉકેલાઈ જતા આ સ્ટોરી ફિલ્મોને પણ ટક્કર મારે તેવી હોવાનું સામે આવ્યું છે, તો બીજી તરફ આ ગુન્હો ઉકેલાઈ ગયો તેને પોલીસની સફળતા માનવી કે આટલા વર્ષો સુધી આરોપી ના ઝાડ્યો તેની નિષ્ફળતા તે પણ આશ્ચર્ય સાથે સવાલ છેઅમદાવાદના સરદારનગરમાં 1956 ના વર્ષમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. 49 વર્ષ બાદ આરોપી પકડાયો છે. 26 વર્ષે હત્યા કરનારો આરોપી 73 વર્ષનો થયો ત્યારે પોલીસની પકડમાં આવતા કેટલાય રહસ્યો પરથી પરદો ઊંચકાયો છે..
1973 ના વર્ષનો આ કેસ છે. જેમાં અમદાવાદના સેજપુર વિસ્તારમાં 70 વર્ષના મણીબેન શુક્લા હતા. તેઓએ ઘરનો ઉપરનો માળ ત્રણ યુવકોને ભાડે આપ્યો હતો. આ યુવકોના નામ મહાદેવ, નારાયણ અને સીતારામ તાતિયા હતું. ત્રણેય યુવકો નાનામોટા કામ કરીને ગુજરાન ચલાવતા હતા. પરંતું તેમાં સીતારામ ચોરીના રવાડે ચઢી ગયો હતો. 14 સપ્ટેમ્બર, 1973 ના રોજ તે બપોરે મણીબેનના ઘરમાં ઘુસ્યો હતો. તેણે ઘરમાંથી વસ્તુઓ ચોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું એટલી વારમાં મણીબેન જાગી ગયા હતા. ત્યારે સીતારામે તેમના પર હુમલો કર્યો હતો, જેમાં મણીબેન નીચે પડી ગયા હતા. જેના બાદ સીતારામ ઘરમાંથી વસ્તુઓ ચોરીને ભાગી ગયો હતો. બે દિવસથી મણીબેનનું ઘર એમને એમ ખુલ્લુ હતું, એટલે આસપાસના લોકોએ તપાસ શરૂ કરી હતી, તો તેમના ઘરમાંથી દુર્ગંધ આવતી હતી. તેથી લોકોએ જઈને જોયુ તો મણીબેન મૃત હાલતમાં નીચે પડ્યા હતા. આ બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે તપાસ કરતા ઉપરના માળે રહેતા ત્રણેય યુવકો ગાયબ હતા. જેમાં સીતારામ સૌથી છેલ્લાં ઘરમાંથી નીકળ્યો હોવાનું લોકોએ જણાવ્યુ હતું. આ બાદ પોલીસે તેના પર હત્યા અને ચોરીનો ગુનો નોંધ્યો હતો. સીતારામ ત્યારથી પોલીસ ચોપડે ફરાર હતો. 49 વર્ષે પણ કેસ બંધ થયો ન હતો. જિલ્લા પોલીસ વડાએ વિધાનસભા ચૂંટણી સમયે વોન્ટેડ આરોપીઓને શોધવા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં સીતારામની ફરી શોધખોળ કરવામાં આવી હતી. જેમાં સીતારામ મહારાષ્ટ્રમાં હોવાનું સામે આવ્યુ હતું.
સીતારામ પાસે પોલીસ પહોંચી તો જાણ્યું કે, સીતારામ 73 વર્ષની ઉંમરે પહોંચી ગયો છે. જોકે, પોલીસ પૂછપરછમાં તેણે કહ્યું કે, તે ભાગ્યો ત્યારે તેને ખબર ન હતી કે મણીબેન મૃત પામ્યા છે. હાલ અમદાવાદ પોલીસે સીતારામની કસ્ટડી મેળવી છે. સીતારામ હત્યા કરીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો, પણ પહેલા તેને ખબર ન હતી કે મણિબેન મૃત્યુ પામ્યાં છે. બાદમાં તે અલગ અલગ જગ્યાએ નાનીમોટી ચોરી કરતો કરતો અને સંતાતો ગયો, પરંતુ 49 વર્ષ બાદ અમદાવાદ પોલીસે સીતારામને પકડીને લઈ આવી છે અને હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. તે હવે આવું નહીં કરે તેવી આજીજી કરી રહ્યો છે.
મહારાષ્ટ્ર પહોંચેલી ગુજરાત પોલીસને એ પણ જાણવા મળ્યું કે, સીતારામે મહારાષ્ટ્ર જઈને પણ અનેક ગુના આચર્યા હતા. સીતારામ ગામમાં એક વિધવા મહિલા પર દુષ્કર્મ કર્યું હતું, પણ વિધવા મહિલાએ પોતાની આબરૂ બચાવવા આ અંગે ફરિયાદ કરી ન હતી એટલે સીતારામ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ તે તેના કાકાના બે વર્ષના દીકરાને રમાડવા લઈ ગયો હતો અને ખેતરમાં તેના કાનની બુટ્ટીઓ કાઢીને ચોરી કરી ભાગી ગયો હતો. આ બધાની સાથે તેણે બીજી જગ્યાએ નાની મોટી વાસણ અને અલગ અલગ જોડીઓ કરીને અત્યાર સુધી પોતાનો ગુજરાન ચલાવતો હતો.