Mysamachar.in-અમદાવાદ;
રાજ્યભરમાં શિયાળાની ઋતુની ધીરે ધીરે જમાવટ થઇ રહી છે, અને દિવસે ને દીવસે ઠંડીનું જોર વધી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં કેવી ઠંડી રહેશે તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તેની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કાતિલ ઠંડીના દિવસો આવી ગયા છે. સાંજ બાદ એવો સુસવાટાભર્યો પવન વાય છે કે ઠંડી લાગવા લાગે છે. ત્યારે હવે ગુજરાતમાં ઠંડીનું જોર એકાએક વધવાનું છે તેવી આગાહી કરવામામાં આવી છે. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. 10 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોનું તાપમાન 15 ડિગ્રીની નીચે ગયું છે.
રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં આગામી પાંચ દિવસમાં ઘટાડો જોવા મળશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી છે. ખાસ કરીને મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. આગામી 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. તો 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી કાતિલ ઠંડીની આગાહી કરાઈ છે.