Mysamachar.in-અમદાવાદ:
લાંચ લેનારા સામે કોણ છે કેવું છે અને શા માટે પોતે લાંચ માગે છે તે જોયા વિના જ લાંચની માગણી કરી લે છે અને બાદમાં પસ્તાવાનો વારો આવે છે.વાત અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના દેત્રોજ ગામની છે જ્યાં આ કેસના ફરીયાદીના વિધવા બહેનનું રેશન કાર્ડ અલગ કરાવવા માટે ભીખાભાઇ પ્રહલાદભાઇ પટેલ, નાયબ મામલતદાર , પુરવઠા (વર્ગ -૩), દેત્રોજ મામલતદાર કચેરી વાળાએ 3000 ની માંગણી કરેલ તે પૈકી રૂ.1500 તે જ દીવસે લઇ લીઘેલ અને બાકી નાં 1500 બીજા દીવસે આપી જવાનું કહેતા ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરતાં આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવાંમાં આવેલ, લાંચનાં છટકા દરમ્યાન નાયબ મામલતદારે પંચોની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાં સુનિલજી અજમલજી ઠાકોર વચેટિયાને આપી દેવા કહેતા હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાં સ્વીકારી બન્ને આરોપીઓ રંગેહાથ પકડાઇ ગયેલ છે.