Mysamachar.in-અમદાવાદ:
થોડા સમયના વિરામ બાદ ફરી છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદી માહોલ બંધાયો છે, અને કયાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે, એવામાં હજુ પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે, જાણવા મળતી વિગતો પ્રમાણે અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 58 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ જ્યારે 38 તાલુકાઓમાં 90થી 98 ટકા સુધીનો વરસાદ ખાબકી ગયો છે.રાજ્યના 18 તાલુકા અને દાહોદ જિલ્લામાં હજુ 50 ટકા જેટલો પણ વરસાદ થયો નથી. તો આજે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સાત જિલ્લાઓમાં ઓરેન્જ અને 3 જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.આગામી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
-નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમનું આજનું છેલ્લું અપડેટ
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.32 મીટર
પાણીની આવક 5,93,749 ક્યુસેક નોંધાઈ.
ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી.
23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,462 ક્યુસેક નદીમાં છોડાયું.
નદીમાં કુલ જાવક 5,44,462 ( દરવાજા + પાવરહાઉસ) ક્યુસેક રહેશે.
કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,605 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.
ડેમમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 4400.2 mcm