Mysamachar.in-અમદાવાદ:
રાજ્યના હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસ માટે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
16મી ઓગસ્ટના રોજ કચ્છ, બનાસકાંઠા અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, સુરત, તાપ, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનગાઢ, અમરેલી, ભાવનગર, ગાંધીનગર, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે.જયારે 17મી ઓગસ્ટના દિવસે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે.