Mysamachar.in-અમદાવાદ:
આજના 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોડાસામાં રાજ્યકક્ષાની ઉજવણી દરમ્યાન રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. ત્યારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાના નિર્ણય પર કોંગ્રેસે સરકાર પર પલટવાર કર્યો છે.રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થાના નિર્ણયને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવ્યો છે. જગદીશ ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘સત્તા જવાનો ડર હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે. જેમ ચૂંટણીઓ આવશે અને મતનો ડર લાગશે તેમ નિર્ણયો લેવાશે. ભાજપ સરકારના પગ તળેથી જમીન જતી દેખાઈ રહી છે. જે નિર્ણયો 5-10 વર્ષ પહેલાં લેવાના હતા એ હવે ચૂંટણી સમયે લેવાઈ રહ્યાં છે.