Mysamachar.in-અમદાવાદ
ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ મુશ્કેલ બની રહી છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. તો રસ્તાઓનું ધોવાણ થતાં કેટલાક ગામડાઓ સાથે સંપર્ક તૂટી ગયો છે. અમદાવાદમાં જ રવિવારે મોડી રાત સુધી ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી તમામ માહિતી મેળવી છે.
ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ વિકટ બની રહી છે. રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી વિગત પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી વરસાદ અંગે તમામ માહિતી મેલવી છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીને એનડીઆરએફ સહિત તમામ જરૂરી મદદ કરવાની ખાતરી આપી છે.
11 તારીખે આ વિસ્તારોમાં ભારે વરસાદ
11મી તારીખે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે પંચમહાલ, ભરૂચ, સુરત, તાપી, વડોદરા અને દમણ, દાદરા નગર હવેલી; કચ્છ, ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 તારીખે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
12મી તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સુરત અને તાપીના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, નર્મદા અને વડોદરા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે.
13 તારીખે સૌરાષ્ટ્રને વરસાદ ધમરોળશે
13મી તારીખે દક્ષિણ ગુજરાતમાં જેમ કે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તે ઉપરાંત ભરૂચ, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ અને નર્મદા તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી, પોરબંદર અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.
14 તારીખે દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના
14મી તારીખે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, બોટાદ, રાજકોટ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને નર્મદા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે દેવભૂમિ દ્વારકા,જામનગર અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી છે.
15મી તારીખે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.