My samachar.in:-અમદાવાદ
હાલ રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીથી શેકાઈ રહ્યા છે, ત્યારે થોડા દિવસો પૂર્વે હવામાન વિભાગે આજથી બે દિવસ માટે કરેલ આગાહી જાણે સાચી ઠરી રહી હોય તેમ લાગે છે, રાજ્યના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં આજે વહેલીસવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા છે, તો આજે અને આવતીકાલે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાં વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં છૂટા-છવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી છાંટીથી લઈ ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.