My samachar.in:અમદાવાદ
છેલ્લા કેટલાક દિવસોથી આગાહી મુજબ ગરમીમાં આંશિક રાહત હતી પણ પારો આવતીકાલથી ફરી ઉંચો જશે તેમ હવામાન વિભાગનું માનવું છે, આગાહી મુજબ 25, 26 અને 27 માર્ચના રોજ રાજ્યનાં કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આવતી કાલ સુધી ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જ્યારે 25 માર્ચથી તાપમાનમાં 4 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે.
ગુજરાત રાજ્યમાં 25મીથી એટલે શુક્રવારથી રાજ્યમાં પવનની દિશા બદલાવાવને કારણે ગરમ હવા ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ફરી ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી અમદાવાદ સહિત રાજ્યમાં મિશ્ર વાતાવરણ છે. ગયા અઠવાડિયા કરતા થોડી રાહત મળી છે. ત્યારે શુક્રવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે.