Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ છે.અને ઉનાળાની શરૂઆત કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ છે.હજુ તો ઉનાળાની શરૂઆતને જુજ દિવસ થયા ત્યાં જ હિટવેવની આગાહી આવી છે. ભારતના હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ચાલુ વર્ષના ઉનાળામાં લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય ડીગ્રી કરતા ઊંચુ રહેવાનું અનુમાન જાહેર કર્યું હતુ. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે તો ઉનાળાની શરૂઆત આકરા તાપથી થઈ રહી છે.રાજ્યમાં મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ તો પહોંચ્યું છે. જોકે માર્ચ મહિનાના અંતથી તાપમાનમાં વધારો થતો હોય છે પરંતુ ચાલુ વર્ષે એવું જોવા મળ્યું છે.મહત્તમ અને લઘુતમ તાપમાન વધી રહ્યું છે અને કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે,
ગુજરાતમાં હીટવેવની અસર શરૂ થઈ ગઈ છે. ઉનાળાની ગરમીનો અહેસાસ હવે થવા લાગ્યો છે. ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી યલો એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડીગ્રી પહોંચશે.હવામાન વિભાગે આગાહી કરી છે કે બેથી ચાર ડીગ્રી તાપમાન વધી જશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે.અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, પોરબંદરનું મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ પહોંચી ગયું છે તો ભુજનું મહત્તમ તાપમાન 38 ડીગ્રીએ પહોંચ્યું છે.
ગુજરાતમાં હાલ હોળી પહેલાં જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હીટવેવનો સામનો કરવો પડશે. હવામાન વિભાગ અનુસાર, અત્યારે ભલે આંશિક ગરમી અનુભવાઈ રહી હોય, પરંતુ આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઊંચો જશે. 10થી 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. લોકોને 40 ડીગ્રી ગરમીનો અનુભવ પણ થઈ જશે.હિટવેવની આગાહી અને ગરમી વધારે હોય ત્યારે લોકોએલોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.તેમજ સુતરાઉ કાપડના કપડાં પહેરવા જોઈએ અને ખાસ કરીને ગરમી વધતી હોય છે ત્યારે પાણી પણ વધારે પીવાનું રાખવું જોઇએ જેના કારણે ડીહાઇડ્રેશનથી બચી શકાય.અને જો ઇમરજન્સી કામ માટે બહાર થતા હોય તો માથું કપડાથી ઢાંકી દેવું જોઈએ.જેના કારણે સૂર્યના સીધા કિરણોથી બચી શકાય.અને લુ લાગે નહિ.