Mysamachar.in:અમદાવાદ:
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે. જોકે છેલ્લા 24 કલાકમાં ઠંડીમાં સામાન્ય વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને કરેલ આગાહી મુજબ અગામી 48 કલાકમાં ઠંડીનું પ્રમાણ વધવાની પૂરી શક્યતાઓ છે, ઉત્તરીય-પૂર્વ બાજુથી ઠંડા પવન આવશે આપને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ વધવાનું છે. જેમા 2 દિવસ સુધી તેની અસર રહેવાની જેના કારણે વાતાવરણ ઠંડુગાર રહેશે. રાજ્યના લધુત્તમ તાપમાનમાં પણ 4 થી 5 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. ખાસ કરીને દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં સૌથી વધારે ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે.ગુજરાતમાં આજથી એટલે શુક્રવારથી તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી છે. આગાહી પ્રમાણે, આગામી 48 કલાક માટે રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો થતાં કડકડતી ઠંડીનો અનુભવ થશે.