Mysamachar.in-અમદાવાદ:
આજે રાજ્યના કેટલાય વિસ્તારોમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ વચ્ચે ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળતા લોકોને રાહત મળી છે, વહેલી સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી. વાહનચાલકો હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવું પડ્યું હતું. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ બાદ ફરી અમદાવાદમાં ઠંડીનો ચમકારો થયો છે. ઉત્તર ભારતમાં પડેલા હિમવર્ષાના કારણે આગામી દિવસમાં ઠંડી વર્તાશે.રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસો બાદ પુનઃ ઠંડીનો ચમકારો જોવા મળશે.જેનું મુખ્ય કારણ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા છે. ત્યારબાદ રાજ્યમાં ઠંડીના જોરમાં તબક્કાવાર ઘટાડો થવા લાગશે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે, ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનુ મોજુ છવાશે. ઠંડીનુ વધુ એક રાઉન્ડ આવશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, હાલ ઠંડીમાં થોડી રાહત મળશે. વાતાવરણમાં ચાર દિવસ સુધી ઘટાડો નોંધાશે. પરંતુ તેના બાદ કાતિલ ઠંડીનો વધુ એક દોર જોવા મળશે. 15 ફેબ્રુઆરી સાથે વાતાવરણમાં ઠંડી રહેશે. તેના બાદ ઠંડીમાં ઘટાડો થશે. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2-4 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.