Mysamachar.in-અમદાવાદ:
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના જુદા-જુદા જીલ્લાઓમાં સ્વરૂપવાન મહિલાઓ સહિતની તેની ટોળકીઓ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને યેનકેન પ્રકારે તેની જાળમાં ફસાવી અને બાદમાં તેની પાસેથી મોટી રકમની વસુલાત કરે છે, આવી જ વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી જ્યાં એક મહિલા સહિત કુલ 6 લોકો વિરુદ્ધ હનીટ્રેપની ધમકી આપી રૂપિયા પડાવવાનો ગુનો નોંધાયો છે. જેમાં પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ચાર અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.શહેરના સોનીની ચાલ પાસે લેડીઝ ડ્રેસ મટીરીયલનો ધંધો કરતા વેપારીને ત્યાં એક મહિલા ડ્રેસ જોવા આવી અને પોતે સુરતથી આવે છે. ડ્રેસનો ધંધો કરવા માટે ડ્રેસ લેવા છે તેમ કહીને શ્રુતિ નામની મહિલાએ વેપારીનો મોબાઈલ નંબર પણ લીધો અને બાદમાં આવીશ તેમ કહીને આરોપી મહિલા વેપારીની દુકાનમાંથી જતી રહી હતી,
થોડા દિવસ બાદ આરોપી મહિલાએ વેપારીને ફોન કરીને ડ્રેસના મટીરીયલના પોસ્ટર ફોટા લઈને ઘરે બોલાવ્યો હતો. બાદમાં પોતાના સાગરીતો સાથે મળી વેપારી પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી અને ન આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કિસ્સામાં શ્રુતિ નામની મહિલાએ વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો હતો. થોડીવાર પછી ફ્લેટમાં અજાણ્યા લોકો ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી વેપારીને ધમકાવ્યો અને માર માર્યો હતો. વેપારીને માર મારીને રૂપિયા 10 લાખની માંગણી ક્રાઇમ બ્રાંચના નામે કરવામાં આવે છે અને બાદમાં આખોય મામલો રૂપિયા ચાર લાખમાં સેટલમેન્ટ કરવાની વાત વેપારી અને આરોપીઓ વચ્ચે થઈ હતી. જોકે સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.કૃષ્ણનગર પોલીસે હનીટ્રેપના ગુનામા બે ની ધરપકડ કરી છે. જોકે અન્ય બે મહિલા સહિત 4 આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.