Mysamachar.in-અમદાવાદ
હાથમાં સ્ટેરીંગ આવી જાય એટલે લીવર પર પગ મૂકી દઈ બેફામ કાર હંકારનારાઓ રસ્તે ચાલતા રાહદારીઓ વાહનચાલકો કે કોઈનો ક્યારેય વિચાર નહિ કરતા હોય તેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે, અમદાવાદમાં આવી જ ઘટના રાત્રીના સામે આવી જે ચોકાવનારી છે, શિવરંજનીના બીમાનગર પાસે પોતાના ઝૂપડામાં સૂઈ રહેલા એક જ પરિવારના લોકો પર કાર ચઢી ગઈ હતી. જેમાં એકનુ મોત નિપજ્યુ છે, તો 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક યુવકોની રાત્રિ કરફ્યૂમાં ખાલી રોડ પર કાર ચલાવવાની મજા આવા ગરીબ લોકોના જીવ લીધો છે.
શિવરંજનીના બીમાનગર નજીક ફૂટપાથ પર હિટ એન્ડ રન ઝૂંપડામાં સુઈ રેહલા લોકો પર ફૂલસ્પીડમાં આવી રહેલી કારે ઝૂપડામા સૂઈ રહેલા એક જ પરિવારના લોકોને કચડ્યા હતા. કારના તોતિંગ પૈડા નિંદ્રાધીન લોકો પર ફરી વળતા એકનુ મોત નિપજ્યુ છે. તો સાથે 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત બન્યા છે. આ અકસ્માતા 45 વર્ષીય શતુબેનનુ મોત નિપજ્યુ છે. તો 35 વર્ષીય બાબુભાઈ ભાભોર, જેતન ભાભોર, ચેતન અને સુરેખા નામના લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોમાં પરિવારના બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. મોડી રાતે આ ઘટના બની હતી. જેમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અને કાર ચાલકને પકડવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. આઈ 20 કારે અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતને નજરે જોનાર એક શખ્સે કહ્યું કે, આ કારે અન્ય એક કાર સાથે રેસ લગાવી હતી. ઇસ્કોન તરફથી ઓવર સ્પીડમાં કાર આવી હતી. જેણે એક જ પરિવારના 5 સભ્યો, જેઓ ફૂટપાથ પર બાંધેલા ઝૂંપડામાં સુઈ રહ્યા હતા તેમને અડફેટે લીધા હતા. ઘટના બાદ તરત જ કારમાંથી 4 યુવાનો જેટલા યુવાનો નીચે ઉતર્યા હતા, તેઓ ત્યાંથી તરત ભાગી ગયા હતા. તમામ યુવકો 22 થી 25 વર્ષના હતા. તો બીજી તરફ, આ હિટ એન્ડ રન કેસમાં પોલીસે તપાસના દોર શરૂ કર્યા હતા. ટ્રાફિક પોલીસે આરોપીને પકડવા તપાસ શરૂ કરી છે.