Mysamachar.in-અમદાવાદ
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશન દ્વારા રાજ્યમાં ઠેર-ઠેર ગેરકાયદેસર વેચાણ થતા બાયોડીઝલ અંગે કાર્યવાહી કરવાની વિનંતી કરતા મુખ્યમંત્રીએ તા.28/9/20ના રોજ હાઈ પાવર મીટીંગ બોલાવી તાત્કાલીક પગલા લેવા હુકમો કરવા સુચના આપેલ. જેના કારણે પરીણામ સારું મળેલ અને સરકારની વેટની આવક 42% વધી હતી, પરંતુ ત્યારબાદ ફરી છેલ્લા 40 દિવસથી આ પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ છે અને કોઈ રોકટોક વગર મોટા પાયે ડુપ્લીકેટ બાયોડીઝલનું વેચાણ ચાલુ થઈ ગયું છે. આ ગંભીર બાબતે ફરી રજુઆત કરવા અને એસોસીએશનને સમય ફાળવવા રજૂઆત કરવામાં આવી છે.
– હાઈવે પર ગેરકાયદેસર બાયોડીઝલનું મોટું દુષણ, ક્યાંક તો કેરબામાં હોમ ડીલીવરી
ગેરકાયદેસર બાયોડીઝલના હાટડા ખાસ તો હાઈવે પર ધમધમી રહ્યા છે, તે ઉપરાંત જામનગર સહિતના કેટલાક જીલ્લાઓમાં કેટલાક તત્વો સરકારની આવકને નુકશાની પહોચાડવા માટે બાયોડીઝલ કેરબાઓમાં ભરી અને હોમ ડીલીવરી આપી રહ્યાનું પણ જાણવા મળે છે.