Mysamachar.in-અમદાવાદ
આપણે ત્યાં ભલે પોલીસની કામગીરીને અમુકવાર કોસવામાં આવતી હોય પરંતુ અ જ પોલીસ જયારે પોતાના જીવના જોખમે સરાહનીય કામગીરી પણ કરતી હોય છે, વાત આજની છે, જેમાં ચાંગોદર રેલ્વે ક્રોસિંગ પાસે બાઈક પર સવાર પાન મસાલાની કંપનીના કર્મચારીઓ પર લાકડાના ધોકાથી હુમલો કરી 6 શખ્સોએ રૂ. 44.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં 4થી વધુ આરોપીઓ હોવાથી પોલીસે ધાડની કલમ લગાવી તપાસ હાથ ધરી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે 4 ટીમો બનાવી 5 કલાકના ટૂંકા ગાળામાં જ 6 આરોપીઓને દબોચી લીધા છે, આ ઘટનામાં સૌથી વધુ ચોકાવનારી બાબત કંપનીના ચોકીદારે જ લુંટ માટે ટીપ આપી પોતાના સગા ભાઈ સાથે લૂંટ કરાવ્યાનુ ખુલ્યું છે,
પોલીસના જણાવ્યા મુજબ ચાંગોદરમાં આવેલી એક પાન મસાલાની ફેકટરીમાં કામ કરતા સંદીપ બલીરામ યાદવ રાત્રે આઠ વાગે બાઈક લઈને નિકળ્યો હતો. સંદિપ બાઈક પર બેસી ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થતો હતો. તે સમયે છ જેટલા અજાણ્યા શખસોએ તેના બાઈકને રોકી હુમલો કર્યો હતો. લૂંટારુઓ સંદિપ પાસેના થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.જે થેલામાં 44 લાખ 50 હજારની રોકડ રકમ ભરેલી હતી.આ ઘટના અંગે સંદિપે ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસે તુરત જ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમોએ જુદી જુદી ચારેય બાજુ નાકાબંધી ગોઠવી દીધી હતી. અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા આરોપીઓ જીલ્લો છોડી ભાગે તે પહેલા જ ઝડપી લીધા હતા. પોલીસે માત્ર ચારેક કલાકમાં 6 આરોપીઓને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી હતી
આ તમામ આરોપીઓ છે અમદાવાદના જ…
– જીતેન્દ્રભાઇ બાબુભાઇ ગાંડાભાઇ પરમાર
– હરદેવભાઇ બાબુભાઇ ગાંડાભાઇ પરમાર
– નરેન્દ્રભાઇ દિનેશભાઇ વાણીયા
– ભાવેશભાઇ બકુલભાઇ પેથાભાઇ
– રાકેશભાઇ રમેશભાઇ ધીરૂભાઇ મેર
– સુરેશભાઇ પોપટભાઇ સુખાભાઇ રાઠોડ