Mysamachar.in-અમદાવાદ:
દિનપ્રતિદિન રાજ્યમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી કહો કે બીજું કાઈ, ટ્રાફિકની સમસ્યા કહો કે અયોગ્ય રોડ, કે પછી હાઈવે પર ઢોર સહિતની સમસ્યા કે રોડના કામો ચાલુ હોવાને કારણે અકસ્માતોના બનાવો બનતા રહે છે, અને લોકોને પોતાની અમુલ્ય જિંદગી ગુમાવી બેસવાનો વારો આવે છે, આવી જ વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદના સાણંદ પાસે સામે આવી છે, જ્યાં ગિબપુરા ખાતે હાઇવે ઉપર કાર ડિવાઈડર કુદી રોંગ સાઈડ જઈ હાઇવે પર જતા એકટીવા ચાલક અને બાઈક ચાલકને અથડાતા ઘટના સ્થળે બેના કમકમાટી ભર્યું મોત થયા. જયારે એકને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો ત્યારે રસ્તામાં મોત નીપજ્યું આમ આ ઘટનામાં કુલ 3 લોકો મોતને ભેટ્યા છે,
સરખેજ સાણંદ હાઇવે ઉપર ગીબપુરા ગામ પાસે ધાંગધ્રા એપીએમસી ડીરેક્ટર લખેલી ગાડીના ચાલક રાહુલ જેસીંગભાઈ ગઢવી હાઇવે પુર ઝડપે ચલાવી રહ્યો હતો.અને હાઇવે પર અન્ય વાહનની સાઈડ કાપી વખતે રાહુલ કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી એકાએક ડીવાઈડર ઉપર કાર કુદી રોંગ સાઈડમાં આશરે 17 મીટર સુધી ફંગોળાઈ હાઇવે પર જતા એકટીવા ચાલક ચેલાભાઈ ભરવાડ આશરે અને તેઓનો પુત્ર રવિભાઈ ભરવાડ અને અન્ય બાઈકચાલક દિલીપ પંચાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં એકટીવા ચાલક ચેલાભાઈ અને તેઓના પુત્ર રવીભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. બનાવ બનતા હાઇવે ઉપર લોકોના ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા. બનાવની જાણ થતા પી.આઈ.એચ.બી.ગોહિલ સહિતની ટીમ પણ દોડી આવી હતી, બીજી તરફ કારના ચાલક રાહુલ ગઢવી અને ગાડીમાં સવાર રવિરાજસિંહ ઝાલાને શરીરે ઈજાઓ થતા સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.