Mysamachar.in-અમદાવાદ
આપણે ત્યાં રક્ષક જ ભક્ષક બની જાય તો…મહિલા સુરક્ષા કરવાની વાતો વચ્ચે ખુદ પોલીસ જ આવા ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવે તો જે પોતાની ફરજનિષ્ઠા પ્રત્યે વફાદાર છે તેવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ આના છાંટા ઉડે છે, અમદાવાદના વાડજ વિસ્તારમાં પતિ ગુમ થયા બાબતની ફરિયાદ નોંધાવવા ગયેલી પરિણીતાને વોટ્સએપ પર ફોન મેસેજ કર્યા બાદ હોટેલમાં લઈ જઈ બળજબરી કરવાના ગુનામાં એક વર્ષ બાદ આરોપી PSI આર. આર. મિશ્રાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
આરોપી એકાંતમાં વાત કરવાના બહાને વાડજની રેડ એપલ હોટેલમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે પરિણીતાએ ઉચ્ચ અધિકારીઓને રજુઆત કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ બાબતે પરિણીતાની ફરિયાદ બાદ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. જેમાં ACP ડી.પી. ચુડાસમાએ તપાસ કર્યા બાદ હાલમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચના PSI આર.આર.મિશ્રાની ધરપકડ કરવામાં આવતા આ મામલો પોલીસબેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.