Mysamachar.in-અમદાવાદ
જો તમે સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ નો ઉપયોગ કરો છો તો આ કિસ્સો તમારે વાંચવો જરૂરી છે, જેમાં એક યુવતીને બદનામ કરવા તેના ફેક આઈડીનો ઉપયોગ કરી અશ્લીલ ફોટાઓ અપલોડ કરવામાં આવ્યા છે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ સાઈબર સેલમાં ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, તેના નામનું બે વખત ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને તેના અશ્લીલ ફોટો અપલોડ કરી દેવામાં આવ્યા છે, જે બનાવ અંગે સાઈબર સેલે તપાસ આરંભી આરોપી કોણ તેને દબોચવા ચક્રો ગતિમાન કર્યા છે,
જે યુવતી સાથે આ ઘટના બની છે તે પોતાના સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેડિકલ એન્ટ્રન્સ માટેની તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર કોઈએ અશ્લીલ ફોટો અપલોડ કરતા તેને પોતાનું ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરાવી દીધું હતું. પરંતુ થોડા દિવસ બાદ તેના વોટ્સઅપ પર એક લિંક આવી જે તેના જૂના ઇન્સ્ટાગ્રામ આઈડીને મળતી હતી. તેથી તેને તે લિંક ખોલતા તેમાં તેના અત્યંત અશ્લીલ ફોટો ગ્રાફ અપલોડ થયા હતા..આથી તેને અંગે સાયબર ક્રાઇમ વિભાગને જાણ કરતા .તેમણે આ અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.