Mysamachar.in-અમદાવાદ
તસ્કરોની ચોરી કરવા માટે અલગ અલગ મોડસ ઓપરેન્ડી હોય છે, તસ્કરો તે મોડસ ઓપરેન્ડીને ધ્યાને રાખીને જ ચોરીને અંજામ આપતા હોય છે, અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એવા ચોરને ઝડપી પાડ્યા છે જે ચોકીદાર વગરના ફ્લેટની પસંદગી કરતા હતા, જેથી આસાનીથી ચોરીને અંજામ આપી શકતા, અમદાવાદ ગ્રામ્ય LCBને માહિતી મળી હતી કે 2 આરોપીઓ બાઈકો ચોરી કરે છે, અને આ માહિતીના આધારે પોલીસે પહેલા એક ચોરીના બાઈક સાથે ધરપકડ કરી અને તેની તપાસમાં વધુ 29 બાઈક કબ્જે કરવામાં આવ્યા છે. આ લોકોની તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો જૂના હીરો હોન્ડા બાઈકને ટાર્ગેટ કરે છે,
કારણ તે આ બાઇકને ગમે તે ચાવી લાગી જતી હોવાથી વધુ ટાર્ગેટ કરતા હતા. આરોપીઓ ચોકીદાર વગરના ફ્લેટની પસંદગી કરતા હતા જેથી આસાનીથી ચોરી કરી શકે. આરોપી પહેલા પણ પકડાઈ ચુક્યા છે. વધુ તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો બાઈકો ચોરી કર્યા બાદ તેને વેચી દેતા હતા અને ત્યાર બાદ રૂપિયાના ભાગ પાડી લેતા હતા. પોતાનું ઘર ચલાવતા અને મોજ શોખ કરતા હોવાનું સામે આવ્યું છે.