Mysamachar.in-અમદાવાદ
ઘરેલું કંકાસ ના કેટલાય કિસ્સાઓમાં થી અમુક સામે આવતા હોય છે, જયારે અમુક ઘરમેળે પતી જતા હોય છે, અમુકમાં તો લોહિયાળયુદ્ધ પણ ખેલાય જાય છે, સામે આવતા આવા કિસ્સઓના પતિ-પત્નીના ઝઘડામાં પતિ પત્નીને માર મારતો હોવાનું આપણે કેટલીયવાર ધ્યાને આવતું હશે, પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા જમીન દલાલને ઝઘડામાં તેની જ પત્નીએ હાથના અંગૂઠામાં બચકું ભરીને માથામાં સાણસી મારી ઝીંકી હોવાનો બનાવ સામે આવ્યો છે.
મામલાની ગંભીરતા ત્યારે વધી ગઈ જયારે પતિએ આ મામલે પોતાની પત્ની સામે જ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વાતમાં કાઈ માલ નહોતો પતિએ ‘આજે કઈ હોટલમાં જમવા ગઈ હતી? એવું પૂછતા જ પત્નીનો ગુસ્સો સાતમાં આસમાને પહોચ્યો હતો, અને તેણીએ આવેશમાં આવીને પતિને માર માર્યો હતો અને અંગુઠા પર બચકું ભરી લીધું હતું.
આ ઘટનામાં 34 વર્ષીય યુવક તેની પત્ની અને તેના ત્રણ વર્ષના બાળક સાથે ભાડા પર રહે છે. તેઓ જમીન દલાલીનું કામકાજ કરે છે. એવામાં બે દિવસ પૂર્વે યુવક ઘરે આવ્યો હતો અને પત્ની અને બાળક સાથે જમવા બેઠો હતો. આ દરમિયાન પતિએ તેની પત્નીને પૂછ્યું હતું કે, “આજે તું કંઈ હોટલમાં જમવા ગઈ હતી?” પતિની આવી વાતથી તેની પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને બોલાચાલી કરીને ગાળાગાળી કરવા લાગી હતી.
થોડો ઘણો માર માર્યા બાદ આટલે થી ના અટકેલી પત્નીએ રસોડામાં જઈને સાણસી લાવી હતી અને પતિના માથામાં મારી દીધી હતી. સાણસીના મારતા પતિના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જે બાદમાં તેના પતિને સારવાર માટે 108 મારફતે સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવારમાંથી રજા બાદ પતિએ તેની પત્ની સામે ફરિયાદ કરતા પોલીસે આ ઘરેલું ઝઘડાની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.