Mysamachar.in-અમદાવાદ:
જામનગર જિલ્લામાં આઈપીએસ દીપન ભદ્રને ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી તેવો સતત જામનગરના ગુન્હાખોરીના મૂડને ડામવાની દિશામાં આગળ વધી રહ્યા છે, જેમાં ખાસ તો જયેશ પટેલ ગેંગ સાથે જોડાયેલા અને ધાકધમકી આપવી જમીન પચાવી પાડવાના ગુન્હાઓમાં સંડોવાયેલા શખ્સો સુધી પહોચવાની જહેમતમાં આજે વધુ એક સફળતા મળી છે, અમદાવાદ એટીએસ ટીમે જયેશ પટેલના સાગરીત અને નામીચા અનવર ઉર્ફે અનીયો લાંબો અને એજાજ ઉર્ફે મામા સફિયાને રાજકોટ જામનગર હાઈવે પરથી ઝડપી પાડ્યા બાદ જામનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે,
આ બન્ને શખ્સો અગાઉ જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલ પર હુમલો કરવામાં અને સંજય ડોબરિયાને જાનથી મારી નાખવાના ગુન્હામાં સંડોવાયેલા છે, જે બાદ બન્નેને જયેશ પટેલ સાથે સમાધાન થતા તેઓ જયેશ પટેલની ગેંગમાં મળી ગયા હતા, અનવર ઉર્ફે અનીયા લાંબા વિરુદ્ધ 17 જેટલા ગંભીર ગુન્હાઓ નોંધાયેલા છે, જયારે એજાજ ઉર્ફે મામા વિરુદ્ધમાં 8 જેટલા ગંભીર ગુન્હાઓ પોલીસ ચોપડે બોલે છે, ઝડપાયેલા આરોપીઓ મારામારી, ખંડણી, જમીન પચાવવી, ફાયરીંગ કરવું, ધમકીઓ આપવી, વગેરે ગુનાહોમાં સંડોવાયેલા હોવાનું સામે આવે છે.