Mysamachar.in-અમદાવાદ:
આ વર્ષ વરસાદે પણ રાજ્યમાં ભારે કરી છે, થોડા દિવસો પૂર્વે જ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરી ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત વિશેની આગાહીઓ જાહેર થયા બાદ આગામી 15થી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા વેધર વોચ ગ્રૂપના વેબીનાર બાદ રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલે આ અંગેની માહિતી આપી હતી. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડમાં મેઘરાજા મહેરબાન થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી સાચી ઠરે અને વરસાદ પડે તો ખેડૂતોએ ને નુકશાની ભોગવવાનો વારો પણ આવી શકે છે, રાજયમાં અત્યાર સુધી તા.13/10/2020 અંત સુધી 1122.25 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 135.05 ટકા છે.