Mysamachar.in-અમદાવાદ
અમદાવાદમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો વધી ગયા હતા અને જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને જેમાં એક આરોપીની 4 લાખનાં મુદ્દામાલ સાથે ધરપકડ કરવા આવી છે. આરોપી હાકિમ સિંહ ઉર્ફે કાલિયા જેના નામ અનેક છે અને ઘર પણ અનેક છે જે ચોરીની ઘટનાના અંજામ આપતો હતો. આરોપી હાકિમ સિંહ હાલ સુરતના અમરોલીમાં રહે છે અને તેના સાગરીત મુકેશ વાહનો ચોરી કરી હાકિમને ફોન કરતો હતો અને હાકિમ અમદાવાદમાં રાત્રીના સમય ચોરી કરી વાહનને બિનવારસી મૂકી ફરાર થઈ જતો હતો.
પોલીસે ઝડપી પાડેલા તસ્કર પાસેથી હાલ વાહન અને ઘર ફોડચોરીના 9 ગુનાઓના ભેદ ઉકેલાયો છે. જેમાં અમદાવાદના કૃષ્ણનગર,અમરાઈવાડી,ગોમતીપુર,વટવા,વટવા gidc,નરોડા અને શહેર કોટડાના ગુનાઓ ના ભેદ ઉકેલાઈ ગયા છે.પોલીસની તપાસ માં સામે આવ્યું છે કે આરોપીઓની મોડસ ઓપરેન્ડી ખુબજ ચાલાકી વાળી હતી.કોઈ વાહન પસાર થાય અથવા કોઈ પ્લેન ટેક ઓફ અથવા લેન્ડ કરે તે સમય તેના આવાજની તક મેળવી ઘરનો દરવાજો તોડી દેતા હતા અને ત્યાર બાદ ઘરમાં ઘુસી ચોરી કરી દેતા હતા.
તો પોલીસ પાસેથી વધુ જાણવા મળતી વિગતો મુજબ આરોપી હાકિમસિંહની ઉમર હાલ 36 વર્ષની છે અને 22 વર્ષની ઉમરથી ચોરી કરે છે અને અત્યાર સુધી માં 60-70 ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. આરોપી કેટલી વાર પોલીસ જાપ્તામાંથી પણ ફરાર થઈ ચૂક્યો છે.જે હવે ફરી એક વખત પોલીસને હાથ લાગતા તેના સાગરીતો સહિતની શોધખોળ આદરી વધુ કેટલાક ગુન્હાઓના ભેદ ઉકેલવાની દિશામાં પોલીસ આગળ વધી રહી છે.