Mysamachar.in-અમદાવાદ
આ વર્ષ રાજ્યમાં ભારે વરસાદ લગભગ તમામ જીલ્લાઓ અને તાલુકા થી માંડીને ગામડાઓ સુધી પડ્યો, ત્યારે હવે જે રીતે હવામાન વિભાગ પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે, અને શિયાળાની શરૂઆત થઈ રહી છે. શિયાળાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાત રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની શરૂઆત થશે, ત્યાં સુધી રાજ્યની જનતાને બેવડી ઋતુનો અહેસાસ કરવો પડી શકે છે. આગામી નવેમ્બર મહિના સુધી જનતાને બપોરના સમયે ગરમી અને રાત્રીના સમયે ઠંડીનો પણ ચમકારાનો અનુભવ થશે.
અને અમુક જિલ્લાઓમાં આવો અનુભવ લોકો કરી પણ રહ્યા છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 15 નવેમ્બરથી સત્તાવાર રીતે રાજ્યમાં શિયાળાની શરૂઆત થવાની છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર-મધ્યમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય ઝાપટા પડી શકે છે.અને ત્યાં પણ થોડા જ દિવસોમાં ઠંડીની શરૂઆત થઇ જશે.