Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં હનીટ્રેપના તો કેટલાય કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં સ્વરૂપવાન યુવતીઓ તેના સાગરીતો સાથે મળીને માલેતુજાર લોકોને પોતાની જાળમાં ફસાવી અને નાણા ખંખેરતી હોય છે, પણ અમદાવાદના એક વેપારીને યુવતી સામે વિડીયો કોલમાં કપડા ઉતારવા ભારે પડ્યા અને અંતે પોલીસની મદદ લેવાનો વારો આવ્યો છે, પશ્ચિમ અમદાવાદમાં રહેતા એક વેપારીને સોશિયલ મીડિયા પર આવતી અશ્લીલ વેબસાઈટ પર ફોટા અને વીડિયો જોઈ રહ્યા હતા, તેમાં દેખાતી એક યુવતીએ વેપારીને મેસેજ મોકલ્યો હતો. મેસેજ વાંચીને વેપારીએ તેમનો નંબર યુવતીને આપ્યો હતો. તે યુવતીએ પોતાનું નામ કાજલ જણાવ્યું હતું. ત્યારબાદ વેપારી અને કાજલએ મેસેજથી વાતો કરવાનું શરૂ કર્યું હતું. થોડીવારમાં કાજલે વેપારીને વીડિયો કૉલ કર્યો હતો,….
જેમાં વેપારીને કહ્યું હતું કે, એક પછી એક હું મારા કપડા ઉતારીશ, તમે પણ તમારા કપડાં ઉતારજો. તેમ કહીને કાજલે એક પછી એક પોતાના કપડા ઉતાર્યા હતા. કાજલને જોઈને વેપારીએ પણ પોતાના કપડા ઉતારી દીધા હતા.કાજલે વેપારીને ફોન કરીને કહ્યું હતું કે, ‘તમારા નગ્ન વીડિયો અને ફોટા મારી પાસે આવી ગયા છે. તમે મને રૂ.5000 મોકલાવો નહીં તો આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વહેતા કરી દઈશ.’, જેથી બદનામી થવાના ડરથી વેપારીએ ઓનલાઈન રૂ.5 હજાર ચૂકવી દીધા હતા. ત્યારબાદ કાજલના સાગરિતોએ ઈન્દોર સાઈબર ક્રાઈમના પીએસઆઈ અને પીઆઈ તરીકે વેપારી સાથે વાત કરીને તેઓ પણ પૈસા માંગી રહ્યા હતા, જેથી પોતે કોઇ મોટી ગેંગના સકંજામાં ફસાયા હોવાનો અહેસાસ થતા આખરે વેપારીએ પોલીસની મદદ લીધી છે. આ મામલે પોલીસે વધુ તપાસ આરંભી છે.