Mysamachar.in-અમદાવાદ:
અમુક શાતીર આરોપીઓ જયારે પોલીસની પકડમાં ના આવતા હોય ત્યારે પોલીસ પણ નીતનવી યુક્તિ પ્રયુક્તિઓ અજમાવી અને આવા આરોપી સુધી પહોચતી હોય છે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં એક ના ત્રણ ગણા કરવાની લાલચ આપતી એક ગેંગને પોલીસે બોગસ ગ્રાહક બનીને ઝડપી પાડી છે, નવી નોટોના બંડલ બતાવી એકના ડબલ આપવાની લાલચે છેતરપીંડી કરતી ટોળકીને પોલીસે બોગસ ગ્રાહક ઉભો કરી ડિલ કરાવી ઝોન 2 સ્ક્વોડે ઝડપી પાડી છે. કચ્છ,અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકો સાથે ઠગાઈ આચરી ચુકેલી આ ટોળકી પાસે થી પોલીસે 1.45 લાખની રોકડ, અને કાર સહિત મોબાઈલ પણ કબજે કર્યો છે.
પકડાયેલ આરોપી હાજી તરીકેની ઓળખ આપી ઠગાઈ આચરતા હતા. પોલીસને બાતમી મળી કે કેટલાક લોકો અમદાવાદ માં આવી અસલી નકલી નોટો નો ખેલ પડવાના છે. પોલીસે બોગસ ગ્રાહક ઉભો કરી છટકું ગોઠવી આ આરોપીઓની ધરપકડ કરી છે.આ ગેંગનો મુખ્ય સૂત્રધાર સાલેઅલી 20 વર્ષથી આ રીતે લોકો સાથે ઠગાઈ આચરતો હતો. પણ આ ટોળકી અમદાવાદમાં આવતા હોવાની અને આરોપીઓ લાલચી અને નબળા મનના લોકો સાથે વાત કરી હાજી તરીકે પોતાની ઓળખ આપે છે. બાદમાં પોતાની પાસેની નકલી ચલણી નોટો કોઈ પણ બજારમાં ચાલી જાય તેવી આપી સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ જીતે છે.
આ ટોળકીની મોડેસ ઓપરેન્ડી પણ અલગ પ્રકારની હતી જેથી લોકોને શંકા ના જાય. આરોપીઓ અસલી ચલણી નોટો સામે નકલી નોટો ડબલ આપવામાં આવશે તેવી લાલચ ગ્રાહકને આપતા હતા. બાદમાં ગ્રાહક સાથેના પહેલા સોદામાં આરોપીઓ અસલી નોટ આપતા જેથી અસલી કરન્સી માર્કેટમાં ચાલી જાય એટલે ગ્રાહકને ટોળકી પર વિશ્વાસ બેસતો હતો. પછી થી અન્ય કોઈ મોટા ચલણી નોટોના સોદામાં આરોપીઓ ગ્રાહકને નકલી કરન્સી આપી તેની સાથે ઠગાઈ આચરતા હતા.પોલીસે બનાવટી ગ્રાહકને રૂપિયા આપી છટકું ગોઠવી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ કસ્ટડીમાં રહેલા આ શખ્સમાં હાસમખાન પઠાણ , સાલે અલી શમા અને અબ્દુલ કેવર તમામ ભુજના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપીઓ પાસેથી કાર, રોકડા 1.45 લાખ, 5 મોબાઈલ સહિત કુલ 7.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.