Mysamachar.in-અમદાવાદ:
આમ તો બધા જાણે છે તેમ ગુજરાતમાં દારૂ બંધી છે, છતાં પણ દારૂ ઝડપવવો દારૂની મહેફીલો પર દરોડા થવા સામાન્ય થઇ ગયું છે, ત્યારે ગાંધીનગર કોબા હાઈવે ઉપર આવેલા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં કેટલાંક લોકો વિદેશી દારૂની મહેફીલ માણતાં હોવાની બાતમી અડાલજ પોલીસને મળી હતી. જે બાદ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં અહીં 13 નબીરાઓ દારૂની મહેફીલ માણતાં ઝડપાયા હતા જ્યારે 10 જેટલી યુવતીઓ પણ આ પાર્ટીમાં હતી જોકે તેમણે દારૂનું સેવન કર્યું નહોતું.
પોલીસે અહીંથી વિદેશી દારૂની ખાલી બોટલો, 9 કાર, 11 મોબાઈલ ફોન મળી 40.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ તમામ નબીરાઓ સામે હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.પોલીસને જે રીતે બાતમી મળી હતી કે, અડાલજ કોબા રોડ ઉપર આવેલા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં કેટલાક ઈસમો દારૂની મહેફીલની મજા માણી રહ્યા છે. ત્યાર બાદ આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડ્યા હતાં જ્યાં નબીરાઓ અને યુવતિઓ ઝૂમી રહ્યા હતા. પોલીસે અહીંથી અમદાવાદના 13 જેટલા નબીરાઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતાં.
પોલીસે ઝડપેલાઓના નામ
1. હિતેશ જૈન ,અમદાવાદ
ર. પ્રિન્સ સાલેચા અમદાવાદ
3. ભાવિન જૈન અમદાવાદ
4. રાહુલ મહેતા અમદાવાદ
પ. અંકિત જૈન અમદાવાદ
6. શ્યામ જૈન સાબરમતી
7. રોહન જૈન અમદાવાદ
8. જીનેશ જૈન અમદાવાદ
9. હર્ષ શાહ અમદાવાદ
10. આદિત્ય અમદાવાદ
11. ભાવેશ ભણસાલી, અમદાવાદ
12. વિમલ જૈન , અમદાવાદ
13. રોનક શાહ અમદાવાદ