Mysamachar.in-અમદાવાદ
આ વર્ષે મેઘરાજા ગુજરતમાં મન મૂકી વરસ્યા છે. તો દેશના કેટલાક રાજ્યોમાં તો ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતમાં પણ મેઘરાજાની ભરપૂર મહેર જોવા મળી. જોકે હવે ગુજરાતના કેટલાક ભાગમાં નૈઋત્યના ચોમાસાની વિદાયની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. પરંતુ આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાતના મહેસણા, પાટણ, બનાસકાંઠા સહીત વિસ્તારમાં વધુ અસર જોવા મળશે. અમદાવાદ, વડોદરા સહીત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે. હાલમાં રાજ્યમાથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે પરંતુ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર કાયમ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં હજૂ પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે.