Mysamachar.in-અમદાવાદ
પતિ પત્નીના સંબંધને સમાજમાં પવિત્ર સ્થાને છે. આ પવિત્ર સંબંધને લાંછન લગાડતો અમદાવાદના બહેરામપુરાનો એક કિસ્સો સામે આવ્યો છે. આમ તો કપલમાંથી કોઈનું બહારનું લફડું પકડાતું હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાં એક એવી ફરિયાદ નોંધાઈ છે. જેમાં પરિણીતાએ તેનાં પતિનું એનાં જ સગા ભાભી સાથેનું અફેર પકડી પાડ્યું છે. અમદાવાદમાં બહેરામપુરામાં રહેતી મૂળ મધ્યપ્રદેશની 30 વર્ષીય યુવતી છે. 2012માં તેનાં લગ્ન થયા હતા. લગ્ન બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. જે હાલ છ એક વર્ષનો છે. લગ્ન બાદ તે તેનાં સાસરામાં રહેવા માટે ગયેલી હતી.
લગ્નના એક વર્ષ પછી તેનાં સાસુ તેને ઘરકામ બાબતે બહુ ત્રાસ આપતા. તેના ઘરમાં તેની જેઠાણી જે કંઈ પણ કરે તોય કુંટુંબના દરેક સભ્યો તેને કંઈ ન કહે. તેનો પતિ પણ તેની ભાભીનો જ હંમેશા પક્ષ લેતો હતો.અને દરેક સમયે તેની જ તરફેણ કરતો હતો, જેથી તેની પત્નીને શંકા ગઈ હતી. જે બાદ પત્નીને તેના પતિ અને તેની જેઠાણી વચ્ચેના અફેરની જાણ થઈ ગઈ. પત્ની વાત આ છેડે ત્યારે પતિ તેને ખૂબ માર મારતો અને ધમકાવતો પણ હતો. આ બાબત પરિણીતાથી અસહ્ય બનતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે તે પરણીતાની ફરિયાદને ધ્યાનમાં નોંધી અને તપાસ શરૂ કરી દીધી છે.