Mysamachar.in-અમદાવાદઃ
અમદાવાદ RTOની બોગસ રસીદ આપી વાહન છોડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે, અગાઉ પકડાયેલા RTO એજન્ટ ડુપ્લીકેટ રસીદ બનાવી આ સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા હોય અમદાવાદમાં પોલીસે ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે RTOની બોગસ રસીદ આપી છેતરપિંડીનું કૌભાંડ સામે આવતા પોલીસે વિશેષ તપાસ શરુ કરી છે, બાપુનગર પોલીસને RTOની ડુપ્લીકેટ રસીદ બનાવી કૌભાંડ ચાલતું હોવાની માહિતી મળતા પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ સુન્દરમનગરમાં ગુલઝાર અંસારી નામના RTO એજન્ટના ઘરે રેડ કરતા ડુપ્લીકેટ રસીદ બનાવવા કોમ્યુટર, પ્રિંટીંગ મશીન,અશોકસ્થભ અને RTO ના સિક્કાઓ મળી આવ્યા. આરોપી એજન્ટ લોકોને દંડ ઓછો કરી આપવાની લાલચ આપી જે દંડ હોય તેની અડધા પૈસા મેળવી લઈ ડુપ્લીકેટ રસીદ આપતો હતો. આરોપી ગુલઝાર અંસારી દંડ વસૂલી અને ખોટી રસીદ વાહન ચાલકને આપીને પોલીસ સ્ટેશન વાહન છોડાવી લેતા હતા.
આ કૌભાંડમાં આરોપી નફીસ શેખ વસ્ત્રાલ RTOની બહાર ઉભા રહીને પોલીસે ડિટેઇન થયેલ લોકો ને વિશ્વાસમાં લઇ તેને ઓછા પૈસા ભરાવનું કહીને ડુપ્લીકેટ રસીદ બનાવતા હતા. જે RTO રસીદ આરોપી ગુલઝાર અંસારી પોતાના ઘરે બનાવતો હતો. RTO રસીદ ઓરીજનલ અને ડુપ્લીકેટમાં કોઈ પ્રકાર ફેરફાર ન હોવાથી ખ્યાલ પડતો નથી. પણ RTO રસીદ આવેલ ક્યુઆર કોડ સ્કેન કરવાથી વાહન ચાલક પૈસા ભર્યાની વિગત જોવા મળે છે, પરંતુ પોલીસે સ્ટેશનમાં RTO રસીદ બારકોર્ડ ચેક કરવામાં આવતો નથી જેનાથી પોલીસ સ્ટેશન ડુપ્લીકેટ રસીદ જમા કરી વાહન આપી દેતા હોય છે. બાપુનગર પોલીસે બે RTO એજન્ટની ધરપકડ કરી છે. સાથે જ પોલીસ ડિટેઇન કરેલ વાહન ચાલક અલ્તાફ શેખએ આરોપી ગુલઝાર સાથે ડુપ્લીકેટ RTO રસીદ બનાવી હોવાથી અલ્તાફની ધરપકડ કરી છે.