Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં આ વર્ષ મેઘરાજાએ પોતાનું ભારે હેત વરસાવ્યું છે, અને રાજ્યમાં વરસાદની જરૂરીયાત જેટલો વરસાદ તો થઇ ચુક્યો છે,એવામાં રાજ્યમાં બે દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદર એન્ટ્રી જોવા મળી શકે છે. આવતીકાલ એટલે કે તારીખ 29 અને 30 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 31 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. વેલ માર્ક લો પ્રેશર અને સાકલોનીક સર્ક્યુલેશન ફરી અસર થવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો રાજ્યના હવામાન વિભાગની આગાહી સાચી પડે તો આવતીકાલ એટલે કે 29 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. 30 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે 31 તારીખથી રાજયમાં વરસાદનું જોર ઘટશે.