Mysamachar.in-અમદાવાદ:
તસ્કરો ઘરમાં ધૂસ્યા, રોકડાની ચોરી કરી પણ રોકડાની સાથે જે મોબાઈલની ચોરી કરી પરંતુ તસ્કરોએ મોબાઈલની ચોરી કરી તેનો દુરુપયોગ કરતા મહિલા પ્રોફેસર ને પરેશાનીનો પાર રહ્યો નથી, અમદાવાદની એક કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મહિલાના ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. તેમના પતિ જ્યારે મોડી રાત સુધી ટીવી જોતા હતા ત્યારે દરવાજો ખુલ્લો રાખી જ સુઈ ગયા હતા અને આ બનાવ બન્યો હતો. પણ ગણતરીના દિવસોમાં જ તેમના બે નંબરમાંથી જે નંબર પર વોટ્સએપ ચાલુ હતું તે નંબરનો ચોરી કરનાર ઇસમેં દુરુપયોગ કરી પાંચથી વધુ લોકોને બીભત્સ મેસેજો કર્યા હોવાનું તેઓને જાણવા મળ્યુ હતું. આ વિચિત્ર કિસ્સાના સ્ક્રીનશોટ સાથે તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ સેલને અરજી આપતા નારોલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મહિલા પ્રિન્સીપાલના ઘરમાં ગત.30મી જુલાઈના રોજ નિયતક્રમ મુજબ તેઓ તેમના પરિવાર સાથે સુઈ ગયા હતા. તેઓ પહેલા સુઈ ગયા બાદમાં મોડી રાત સુધી તેમના પતિ ટીવી જોઈને સુઈ ગયા હતા. ગરમી હોવાને કારણે દરવાજો ખુલ્લો રાખ્યો હતો બાદમાં તેમના પતિ અંદરથી દરવાજો બંધ કરીને સુઈ ગયા હતા. બાદમાં ચાર્જીગમાં રાખેલો મોબાઈલ ફોન લેવા ગયા હતા પણ ફોન જણાયો જ ન હતો. બાદમાં તપાસ કરી તો રોકડા 21,600 પણ ન હતા. જેથી આ ફોન અને રોકડા ચોરી થઈ ગયા હતા. તપાસ કરી તો ટીવી જોતા જોતા તેમના પતિ દરવાજો ખુલ્લો રાખીને જ સુઈ ગયા હતા અને ચોરી થઈ હતી પરંતુ ચોરી કરનાર ઇસમેં દુરુપયોગ કરતા હવે મહિલાને પરેશાની ભોગવવાનો વારો પણ આવ્યો છે.