Mysamachar.in-અમદાવાદ
રાજ્યના અમદાવાદથી એક કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં વેપારીની પત્નીએ પ્રેમીની ફરિયાદ ન કરવા પતિને ધમકી આપી હોવાની ઘટના બની હતી. જો પતિ પ્રેમી સામે પોલીસ ફરિયાદ કરશે તો આત્મહત્યા કરી લેશે. ગોમતીપુર પોલીસે યુવતી અને તેના પ્રેમી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વાત કઈક એવી છે કે ગોમતીપુર વિસ્તારમાં રહેતા 30 વર્ષના વેપારીની પત્નીને તેના પિયરમાં એક યુવક સાથે મિત્રતા થઈ હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બાંધતા છુપાઈને ઘર મોબાઈલ રાખી વાતો કરતી હતી. વેપારીની માતાને પલંગ નીચેથી ફોન મળ્યો હતો અને પતિએ યુવક સાથે ફોન પર વાત કરવાની ના પાડી હતી. વેપારીના બનેવીનો નંબર પ્રેમીને આપ્યો હતો.
જેથી પ્રેમી વેપારીની પત્ની સાથે ફોન પર વાત કરવા કહેતો હતો. ત્રણેક દિવસ પહેલા વેપારીની માતાએ ફોન પર વાત કરતા ઝડપી લીધી હતી અને વેપારીને જાણ કરી હતી. ફોનમાં જોતા પ્રેમી જોડે 1 કલાક વાત કરી હતી. વેપારીએ પ્રેમીનો નંબર લઈ ફોન પર વાત કરવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરી તારી પત્ની સાથે વાત તો થશે જ જે થાય તે કરી લેજે તેવી ધમકી આપી હતી. જો તેને કઈ થયું તો હું જાનથી મારી નાખીશ અને દુકાને આવી ટાંટિયા તોડી નાખીશ. આ મામલે વેપારીએ પ્રેમી સામે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા યુવતીએ પ્રેમીનું ઉપરાણું લઈ ઝઘડો કરી જો પોલીસ ફરિયાદ કરશે તો હું મરી જઈશ તેવી ધમકી આપી હતી. બાદમાં વેપારીએ પોતે પોલીસને જાણ કરી હતી. ગોમતીપુર પોલીસે પ્રેમી અને યુવતી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.