Mysamachar.in-અમદાવાદ
અમદાવાદ શહેરમાં પતિ પત્ની ઔર વો ની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે, કેટલીક ઘટનાઓ તો મોટું સ્વરૂપ લે તો કેટલીક પોલીસ સ્ટેશન સુધી પણ પહોચે છે, અને હા કેટલીકમાં ઘરમેળે સમાધાન પણ થઇ જતા હોય છે, પણ જયારે સબંધોમાં હદ વટી જાય તેવા અમુક કિસ્સાઓ પણ સામે આવતા રહેતા હોય છે, આવો જ વધુ એક કિસ્સો ફરી સામે આવ્યો છે, જેમાં યુવતીના લગ્ન બાદ તેનો પતિ તુર્કી ફરવા ગયો હતો. ત્યાંથી આવ્યા બાદ તે એક યુવતીના પ્રેમમાં પડ્યો હતો,
આ વાતની જાણ પરિણીતાને થતા તેના પતિને વાત કરતા તેને માર માર્યો હતો. બાદમાં પતિની પ્રેમીકાનું વોટ્સએપ જોયું તો તેમાં પ્રોફાઈલ પિક્ચર તેના પતિનો ફોટો હતો. જેથી આ બાબતે બોલાચાલી બાદ પરિણીતાએ પતિની પ્રેમિકાને ફોટો ન મુકવા કહ્યું હતું. તો પતિએ પ્રેમિકાની માફી માંગવા પત્નીને દબાણ કર્યું હતું અને માફી ના માંગી તો માર મારતો હતો, હાલ મજૂરાગામ ખાતે રહેતી 29 વર્ષીય યુવતી મૂળ કચ્છની છે. તેના વર્ષ 2015 માં લગ્ન થયા અને હાલ સંતાનમાં એક પુત્ર છે. લગ્ન બાદ આ યુવતીએ ત્રણેક મકાન બદલી તેના પતિ સાથે રહેતી હતી. લગ્નના ત્રણેક વર્ષ બાદ તેનો પતિ તૃર્કી દસેક દિવસ માટે ફરવા ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ યુવતીને માલુમ પડ્યું તેના પતિને હિનલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. જેથી આ બાબતે વાત કરતા તેની સાથે ઝગડો કરી બોલાચાલી થઇ હતી,
યુવતીએ થોડી વધુ તપાસ કરી તો હીનલે યુવતીના પતિનો ફોટો વોટ્સએપ માં પ્રોફાઈલ પિક્ચર તરીકે રાખ્યો હતો. આ બાબતે યુવતીએ વાત કરતા પતિએ હીનલની માફી માગવાનું કહ્યું હતું. પણ માફી માંગવાની મનાઈ કરતા યુવતીને પતિએ માર માર્યો હતો. આ ઘટનાઓ બાદ યુવતી રિસાઈને તેના પિયરમાં જતી રહી હતી. જોકે તેના માતા પિતાએ સમજાવ્યા બાદ તેનો પતિ તેડવા આવતા તે પરત સાસરે આવી હતી. બાદમાં યુવતીના પતિનું પ્રેમ પ્રકરણ યથાવત રહ્યું હતું.. યુવતીને તેનો પતિ પ્રેમિકા માટે અવાર નવાર માર મારતા યુવતી કંટાળી ગઈ હતી. જેથી તેણે તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.