Mysamachar.in-અમદાવાદ
અમદાવાદમાં વધુ એક લગ્નજીવન બાદ પણ પ્યાર તો પ્યાર હોતા હે ની એક કહાની સામે આવી છે, આઠેક વર્ષ પહેલા લગ્ન થયા બાદ ખરીદી કરવાનું કહી મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તો બીજી તરફ યુવતીના પ્રેમી સાથે વાત કરતા યુવતીના પરિવારજનોને માર મારી ધમકી આપતા મામલો પોલીસસ્ટેશનમાં પહોંચ્યો હતો. અમદાવાદ શહેરના સરદારનગરમાં વસવાટ કરતા આધેડ પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે. તેવોને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેમની દીકરીના લગ્ન આઠેક વર્ષ પહેલા એક ગામના યુવક સાથે થયા હતા, અને યુવતીને એક દીકરી અને એક દીકરો પણ છે. લગ્ન બાદ આ યુવતી અવાર-નવાર તેના પિયરમાં આવતી હતી. પિયરમાં આવતી ત્યારે તેના પરિવારજનોને જાણ થઈ હતી કે તેને સ્થાનિક ચીંટુ નામના યુવક સાથે પ્રેમ સંબંધ પણ છે.
એવામાં ગત 13મીએ આ યુવતીનો પતિ તેને લેવા આવ્યો હતો. તેને લઈને નીકળ્યો બાદમાં આ યુવતી ખરીદી કરવાના બહાને કુબેરનગર માર્કેટમાં ગઈ હતી. ત્યાં પુત્ર માટે વસ્તુઓ લઈને આવે છે તેમ કહીને ત્યાંથી ભાગી ગઈ હતી. એક પુત્રીને અને પતિને મુકીને ભાગી જતા આ યુવતીનો પતિ તેના સાસરે પહોંચ્યો અને આ બાબતે જાણ કરી હતી. જેથી યુવતીના પિતાએ ચીંટુ ના ઘરે જઈને તે ભગાવી લઈ ગયો હોવાની શંકા રાખી ચીંટુની માતા ને જાણ કરી હતી. થોડા સમય બાદ ચીંટુ આવતા જ તેણે આ બાબતને લઈને યુવતીના ભાઈ સાથે મારામારી કરતા મામલો સરદાર નગર પોલીસમથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ચીંટુ સામે ધમકી આપવાની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.