Mysamachar.in-અમદાવાદ
સાયબર ક્રાઈમના કિસ્સાઓમાં સતત વધારો છતાં લોકજાગૃતિનો મોટો અભાવ લોકોમાં જોવા મળે છે, એવામાં વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફોન કરનાર વ્યક્તિને પોતાના ક્રેડીટકાર્ડનો નંબર આપવો એક પ્રોફેસરને ભારે પડ્યો છે, અને દોઢ લાખ ઉપરાંતની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે,પ્રોફેસર અભિનવ ભટ્ટએ પોલીસ ફરિયાદ આપી છે કે, ગત 6 જુલાઈના દિવસે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો.
જેમા ગઠીયાએ એક્સિસ બેંકના કસ્ટમર કેરમાંથી બોલતો હોવાની ઓળખ આપીને ફરિયાદીને તેમના ક્રેડિટ કાર્ડ પર રૂપિયા 2000નું શોપિંગ મળતું હોવાની વાત કરી હતી. જોકે, ફરિયાદીએ ગઠીયાને તેમના ક્રેડિટ કાર્ડ લિમિટ વિશે જણાવત ફરિયાદીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાની લાલચ આપી હતી. ફોન કરનાર વ્યક્તિ એક્સિસ બેન્કના કસ્ટમર કેરમાંથી જ બોલતો હોવાની ખાતરી કરાવવા માટે ગઠિયાએ ફરિયાદીને તેમના ક્રેડિટ કાર્ડ નંબરનો 16 ડિજિટનો નંબર બોલીને તેઓને સંભળાવ્યો હતો. ફરિયાદીના મોબાઈલમાં એક પછી એક ટ્રાન્જેક્શન મેસેજ આવતા તેઓને ખબર પડી હતી કે, પોતાની સાથે છેતરપિંડી થઈ છે.અને તેમને દોઢ લાખ ઉપરાંતની રકમ સાફ થઇ જતા તેવોએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.