Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં દિનપ્રતિદિન હનીટ્રેપની માયાજાળ ફેલાઈ રહી છે, અને કેટલાય વેપારીઓ અગ્રણીઓ યુવતીઓની મીઠી મીઠી વાતોમાં આવી જઈ અને હનીટ્રેપના શિકાર બની રહ્યા છે, આવો જ વધુ એક કિસ્સો અમદાવાદના સોલા વિસ્તારમાં સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના પ્રેમી સાથે મળી અન્ય લોકોનો સાથ લઈ એક યુવકને પ્રેમ જાળમાં ફસાવી તેની પાસેથી ખંડણી વસુલ્યા બાદ મામલો પોલીસ સુધી પહોચતા પોલીસે છ ઈસમોની ધરપકડ કરી છે,
આ હનીટ્રેપના કિસ્સામાં આરોપી યુવતી પેહલા સોફ્ટ ટાર્ગેટ શોધી ફરિયાદીને એક મેસેજ કર્યો અને જેમાં તેને હેલી છે એમ કરી વાત કરી. ફરિયાદીએ ના પાડતા આરોપી યુવતીએ ફરિયાદીને ફ્રેન્ડશીપ માટે ઓફર કરી અને તેને મળવા માટે બોલાવ્યા. ફરિયાદીને આરોપી યુવતીએ કહયુ કે, તેણે સેટેલાઇટ નથી જોયું એમ કહી પેહલા ફર્યા અને ત્યાર બાદ સોલા વિસ્તારમાં બેઠા હતા, ત્યારે તેનો પ્રેમી અને અન્ય 6 લોકો આવ્યા અને ફરિયાદીને યુવતીના સગા હોવાનું કહી લઈ ગયા બાદ તેની પાસેથી ખંડણીની રકમ કઢાવી લીધા બાદ મામલો પોલીસ સુધી પહોચતા પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યા છે.