Mysamachar.in-અમદાવાદ
સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આજે વધુ એક વખત હવામાન વિભાગ તરફથી સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે તેમ માનવામાં આવી રહ્યું છે, હવામાન વિભાગે જણાવ્યું કેસૌરાષ્ટ્ર-કચ્છ પર છવાયેલું વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ તરફ ફંટાઈ ગયું છે. જેના કારણે વરસાદનું જોર ઘટી જશે.બીજી બાજુ દરિયાકાંઠાના વિસ્તારોને ભયમુક્ત કર્યા છે અને 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. તેમ છતાં વેલમાર્ક લો પ્રેશરની થોડીઘણી અસરના પગલે સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્યાર સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પડેલા વરસાદમાં સીઝનનો 28 ટકા વરસાદ પડી ચૂક્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદી માહોલ છૂટાછવાયા વિસ્તારોમાં યથાવત રહેશે. આજથી વરસાદમાં ઘટાડો થશે. વેલ માર્ક લો પ્રેશર પશ્ચિમ તરફ ફંટાયું છે જેના કારણે જામનગર, દ્વારકા, કચ્છમાં લો પ્રેશરની અસર દેખાશે. મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદ, વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.