Mysamachar.in-અમદાવાદ
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના અલગ અલગ વિસ્તાર માંથી બાઈક ચોરી થવાની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો.. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઘટના સ્થળ નજીકના સીસીટીવી કબ્જે કરી તપાસ કરી અને આવા ને ઝડપી પાડવા કવાયત કરી રહી હતી, તે દરમિયાન ક્રાઈમ બ્રાંચ ને સફળતા મળી છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે તુષાર પટેલ નામના શખ્સને ઝડપી પાડ્યો છે, તુષાર પટેલની કાયદેસર પૂછપરછ કરતા એક બાદ એક 22 બાઈક ચોરીની કબૂલાત તેને કરી છે, અને ચોરીની 12 બાઈક અમદાવાદ ક્રાઇમ બ્રાંચએ કબ્જે પણ કરી લીધા છે,
એક વર્ષના સમય દરમિયાન તસ્કરે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરેલ છે. બાઈક ચોર તુષાર પટેલની મોડસ ઓપરેન્ડીની વાત કરી એ તો તુષાર એક ખાસ ચાવી રાખે છે જેનાથી બાઈકનું હેન્ડલ લોક અને બાઈક શરુ થઇ જતું અને સેકન્ડોમાં જ ફરાર થઇ જતો હતો. એક જ દિવસમાં ત્રણ વાહનોની પણ ચોરી કરી હતી. પોલીસની દરમિયાન સામે આવ્યું કે આ બાઈક ચોર બાઈકની ચોરી કરીને બાઈક ને વેચતો ન હતો અને માત્ર અમદાવાદમાં ફેરવતો હતો. પેટ્રોલ ખૂટી જાય તો બાઈકને બિનવારસી મૂકીને બીજી બાઈક ચોરતો હતો. ત્યારે આ બાઈકનો ઉપયોગ દારૂ પીવા માટે જ કરતો હતો.