Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદના નિકોલમાં એક મહિલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે. નિકોલમાં એક દુકાનદારે મહિલા ગ્રાહકના ગાલે બચકું ભર્યાનો મામલો પોલીસ સુધી પહોચ્યો છે, ઘટનાની મળી રહેલી વિગતો મુજબ એક 30 વર્ષીય મહિલા ગ્રાહક દુકાનમાં પાણીની બોટલ ખરીદી પૈસા આપતી હતી, ત્યારે દુકાનદારની નજર બગડી હતી અને તેણે મહિલાના ગાલે બચકું ભરી લીધું હતું, એટલું જ નહીં તેને બળજબરીથી સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટના બાદ હોબાળો થતા આટલે થી જ ના રોકાતા સમગ્ર મામલો નિકોલ પોલીસ સ્ટેશન સુધી પણ પહોચ્યો છે,
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય એક મહિલા નિકોલ વિસ્તારમાં આવેલા ધનરાજ નોવેલ્ટી પ્લાસ્ટિક સ્ટોરમાં ખરીદી કરવા નીકળી હતી. ત્યારે તેણે થોડીક ચીજવસ્તુઓની ખરીદી કરી સામાન મૂકી તે પરત દુકાનમાં આવી હતી, ત્યારે દુકાન માલિકે કંઈ બોલ્યા વગર મહિલાના બે હાથ પકડીને બળજબરીથી સ્પર્શ કરી બળ વાપરીને મહિલાના ગાલ પર બચકું ભરી લીધું હતું, મહિલાની સાથે થયેલા આવા વર્તન થી પોતે ગુસ્સામાં આવીને દુકાનદારને તમાચો ચોડી દીધો હતો. એટલું જ નહીં, મહિલાએ પોતાના ઘરે જાણ કરી હતી અને પતિની મદદથી આ મામલે દુકાનદાર મુકેશ પ્રજાપતિ સામે ફરિયાદ દાખલ કરી હતી.