Mysamachar.in-અમદાવાદ
ભારતીય સરહદ પર ચીને યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી કરી દેતા નાગરિકો ચાઇના પ્રોડક્ટનો બહિષ્કાર કરીને ચાઇનાને પાઠ ભણાવવા માગે છે,અને લોકોમાં ચાઇનીઝ વસ્તુઓ પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકારે જ 40 હજાર ચાઇનીઝ ટેબ્લેટ ખરીદ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો.મનીષ દોશીએ કર્યો છે, તેમણે વધુમાં કહ્યું હતું કે, 40 હજાર ટેબ્લેટ રૂ. 58 કરોડના ખર્ચે ખરીદીને સરકારી અને કોર્પોરેશનની શાળાઓમાં વિતરિત કરી રહી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા દોશીએ કહ્યું હતું કે, ભાજપ સરકાર ચાઇના મોડલ અને ચાઇન પ્રેમ વ્યક્ત કર્યા વગર રહીં શકતી નથી. ગુજરાત આત્મનિર્ભરની મોટી મોટી વાત કરનાર ગુજરાત સરકારે મેઇડ ઇન ચાઇ્ના લીનોવા કંપનીનું ટેબ્લેટ એક રૂ. 14,500ની કિંમતથી કુલ 40 હજાર ટેબ્લેટ ખરીદ્યા છે. આ ટેબ્લેટ પાછળ સરકારે રૂ. 58 કરોડનો ખર્ચ કર્યો છે. આ ટેબ્લેટ શિક્ષકોને વિદ્યાર્થીઓને હાજરી પૂરવા માટે આપવામાં આવશે. એક તરફ આત્મનિર્ભરની વાત થાય છે અને બીજીબાજુ ચાઇનાની પ્રોડક્ટ ખરીદીને ગુજરાત સરકારની કરની અને કથનીમાં ફેર છે તેવો આક્ષેપ દોશીએ કર્યો હતો.