Mysamachar.in-અમદાવાદ
તાજેતરમાં જ કચ્છ નજીક દરિયામાંથી નશીલા પદાર્થોના પેકેટ મળી આવ્યા અને વડોદરામાંથી પણ નશાના નેટવર્કનો એસઓજીએ પર્દાફાશ કર્યા બાદ ગુજરાતમાં સામે આવ્યું છે વધુ એક નશાનું નેટવર્ક રાજ્યના યુવાધનને બરબાદ કરવા કેટલાક લોકો માદક દ્રવ્ય ની હેરાફેરી કરી વેચાણ કરતા હોય તેના પર નજર રાખી અને ATS અવારનવાર આવા શખ્સોની ધરપકડ કરતી હોય છે. વધુ 2 લોકોની ગુજરાત ATS ધરપકડ કરી છે અને તેની પાસે થી 38 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ATSએ નસરુદ્દીન કાઠિયારા અને જાવેદઅલીની ધરપકદ કરી છે અને બંને આરોપીઓ અમદાવાદ ના રહેવાસી છે.આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આ માદક દ્રવ્ય તેમના એક મધ્યપ્રદેશના પ્રતાપગઢના મિત્ર અકબરખાંન પઠાણ મારફતે ઇન્દોરથી ખરીદીને લઈ ને આવ્યા હતા. હાલ માં બંને આરોપીઓ ની ATS તપાસ કરી રહી છે કે આ લોકો આ માદક દ્રવ્યનો વેપાર અમદાવાદ માં કેટલા સમયથી કરી રહ્યાં છે અને કોણ તેમની પાસેથી આ ડ્રગ ની ખરીદી કરે છે. તે સહિતની દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.