Mysamachar.in-અમદાવાદ
ઘણી વખત પોલીસને હાથ લાગતા તસ્કરો પણ સ્પેશીયાલીટીવાળા હોય છે, કોઈ તસ્કરો ઈલેક્ટ્રોનિક આઈટમો તો કોઈ તસ્કરો રોકડ કે દાગીનાઓ પર હાથ અજમાવતા હોય છે, પણ આજના યુવાનોમાં સૌથી વધુ બુલેટનું ઘેલું લાગ્યું છે, દોઢ લાખ જેટલી કિમતનું બુલેટ લેવા યુવાઓ જે ખમતીધર છે તે પડાપડી કરતા હોય છે, બુલેટ એ યુવાનોમાં ખાસ્સું લોકપ્રિય બાઈક છે. અમદાવાદમાંથી આવાં જ બે ચોર ઝડપાયા છે. જે ફક્ત બુલેટની જ ચોરી કરતાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે,આમ તો યુવાનો મોજ શોખ માટે મોંઘા બાઈકોનો ઉપયોગ કરતા હોય છે. માત્ર મોજ શોખ માટે પણ ચોરી માટે પણ બુલેટનો ઉપયોગ થઇ રહ્યો છે.
જાણીને નવાઈ લાગે પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. સોલા પોલીસે બુલેટની ચોરી કરતા 2 આરોપી ઝડપ્યા છે. બને આરોપીને દેવું થઇ ગયું હતું. અને પૈસાની વધુ જરુર હતી બન્ને શખ્સો ભેગા મળીને માત્ર બુલેટની ચોરી કરતા અને શહેરના સેટેલાઇટ, સોલા, એલિસબ્રિજ,સરખેજ વિસ્તારમાંથી બુલેટ ચોરી કરી હતી.અમદાવાદ સોલા પોલીસે પકડેલા બુલેટ ચોર રાહુલ પરમાર અને મનોજ દરજી રીઢા ગુનેગાર છે અને ગોતા વિસ્તારમાં રહે છે. બંને બાઈક ચોર માત્ર બુલેટની જ ચોરી કરતા હતા. બુલેટ ચોરી કરવા પાછળનું કારણ માત્ર એ જ હતું કે બજારમાં બુલેટની ડિમાન્ડ વધુ રહેતી અને જરૂરીયાત પ્રમાણે પૈસા મળતા હતા.. ચોરી કરેલાં બુલેટ 25 થી 30 હજારમાં વહેંચી દેતા હોવાનું પણ સામે આવ્યું છે.